Deputy CM Nitin Patel presents budget in Gujarat assembly

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે. નીતિન પટેલે રજૂ કરેલાં અંદાજપત્રનું કદ 1,72,179 કરોડ છે. નીતિન પટેલ દ્વારા 239.16 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. જે વર્ષ 2016-17ના અંદાજપત્ર કરતા રૂ. 20 હજાર 327 કરોડ અને 31 લાખ જેટલું વધારે છે. આ અંદાજપત્રમાં અંદાજ અનુસારની પુરાંત રૂ. 239 કરોડની છે.જેમાં 1,31,521.23 કરોડની મહેસૂલી આવક અને 1,25,455.63 કરોડના મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને 50%ને બદલે 70% સબસિડી આપવામાં આવશે, જ્યારે ધોરણ 12 બાદ મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓની 100% ફી સરકાર ભરશે. બજેટમાં કોઇપણ વેરા અને વેટમાં વધારો કરવામાં આવ્યો નથી.First Budget From Rupani Government
આ અંદાજપત્રની મુખ્ય વિશેષતા એ છે કે, રાજ્યની કુલ વસતીમાં 48 ટકાનો હિસ્સો ધરાવતી મહિલાઓ માટે 653 યોજનાઓ અંતર્ગત રૂ. 56,492 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા રૂ. 5,907 કરોડ વધારે છે. શિક્ષણ ક્ષેત્રે રૂ. 25 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે ગત વર્ષ કરતા રૂ. 1185 કરોડ જેટલી વધારે છે. આદિવાસીઓના વિકાસ માટે આદિજાતિ વિકાસ માટે રૂ. 12, 560 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં શહેરી વિકાસ માટે રૂ. 11,500 કરોડ ફાળવાયા
રાજ્ય સરકારે શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આગામી નાણાકીય વર્ષ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂ. 11, 500 કરોડની જોગવાઈ કરી છે. નાણામંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના શહેરી વિસ્તારોમાં વસતા લોકોને વધુ સારી સુખાકારી અને માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે રૂ. 11,500 કરોડની ફાળવણી કરાઈ છે. જે પૈકી સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ રૂ. 4026 કરોડ ફાળવ્યા છે.
આતર માળખાકીય સુવિધા માટે રૂ. 1710 કરોડ, પાણી પુરવઠા  અને ભૂગર્ભ ગટરો માટે રૂ. 1116 કરોડ તેમજ શહેરી સડક યોજના હેઠળ રૂ. 500 કરોડ ફાળવ્યા છે. જેમાં 2500 કિ.મીના રોડ રીસરફેસ કરાશે. અમદાવાદના પૂર્વ પટ્ટામાંથી પસાર થતી ખારીકટ કેનાલ માટે પુનવિકાસ માટે રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદમાં રાજેન્દ્ર પાર્ક , અજીત મિલ, સુરતમાં વેડ દરવાજા જકશન પૂર્ણાજંક્શન, વડોદરામાં ગેડા સર્કલથી મનીષા સર્કલ, રાજકોટમાં હોસ્પિટલ ચોક અને સોરઠિયા ચોકમાં ફ્લાય ઓવર બનાવામાં આવી રહ્યા છે. જામનગરમાં એલિવેટેડ ચારમાર્ગીય ફ્લાય ઓવર, મહેસાણામાં મોઢેરા ચાર રસ્તા ખાતે ઓવર બ્રિજ બનાવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, મોટા શહેરો સાથે નાના શહરોમાં પણ પાયાની સુવિધાઓ સુદઢ બનાવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.
આંગણવાડી અને અનુસૂચિત જાતિ છાત્રાલયમાં પગાર વધારો
આંગ‌ણવાડી કાર્યકર બહેનોના વેતનમાં 15 ટકાનો વધારો કર્યો છે. આંગણવાડી કાર્યકરને માસિક રૂ. 5500, તેડાગર બહેનોને રૂ. 2800 અને મિની આંગણવાડી કાર્યકરોને રૂ. 3200નો પગાર કર્યો છે. જયારે અ્નુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને છાત્રાલયમાં બિન સ્નાતક ગૃહપતિ અને ગૃહમાતાનો પગાર રૂ. 4500થી વધારીને રૂ. 5500, સ્નાતક અને અનુભવ ધરાવતા ગૃહપતિને રૂ. 5500થી વધારીને રૂ. 6500, મુખ્ય રસોયા માટે રૂ. ત્રણ હજારથી વધારીને રૂ. 3500 તેમજ મદદનીશ રસોયાને અને ચોકીદાને રૂ. 2500થી વધારીને રૂ. ત્રણ હજારનો પગાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આંગણવાડીની મહિલા કાર્યકરો દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમના વેતનમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી હતી.

Gujarat Budgetખેડૂતો માટે ખાસ જાહેરાતો

– ખેડૂતોને 50 ટકાને બદલે મળે 70 ટકા સબસિડી
– રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 365 કરોડ
– ટ્રેક્ટરની ખરીદી માટે 2400ની સહાય
– 14 લાખ ખેડૂતનો મળેશે 1 ટકાના દરે લોન
– ખેડૂતોને વીજદરમાં રાહત આપવા 4011 કરોડ
– ખેતર ફરતે વાડ બનાવવા 200 કરોડ
– ડ્રીપ ઇરિગેશન સહાય વધારીને 70%
– નવી ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટી માટે 82 કરોડ
– નવા ખેતી વીજ જોડાણ માટે 2 હજાર કરોડની જોગવાઇ
વિદ્યાર્થીઓ માટે શું?
– મેડિકલની વિદ્યાર્થીનીઓની 100% ફી સરકાર આપશે
– 3.5 વિદ્યાર્થીઓને 1000ના ટોકન ભાવે ટેબલેટ અપાશે
– પ્રાઇમરી સ્કૂલના 6.60 લાખ વિદ્યાર્થીઓને બુક-ગણવેશ સહાય
– વિદેશ અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની એજ્યુકેશન લોનના મૉરટૉરિઅમ પીરિયડનું વ્યાજ સરકાર ભરશે
– ગ્રાન્ટેબલ સ્કૂલોમાં 9થી 12માં ભણતી છોકરીઓની 7 લાખ 44  હજાર છોકરીઓની ફી સરકાર ભરશે
– 1000 શાળાઓને જીમ્નેશિયમ
– મધ્યાહન ભોજન માટે 1068 કરોડ
શિક્ષણ
– શિક્ષણ પાછળ 1188 કરોડ વધુ ખર્ચ
– વેરાવળ-સુરત જિલ્લામાં બે સૈનિક સ્કૂલ
– 30 નવી સરકારી શાળા ખોલવામાં આવશે
– 7 હજારથી વધુ પ્રવાસી શિક્ષકોને રોકવામાં આવશે.
– 37 કોલેજોમાં ડિજીટલ લેબ શરૂ કરાશે
– LCT આધારિત શિક્ષણ માટે 261 કરોડ
– ઘોળકામાં POP મોડલથી નવી એન્જિયનિયરિંગ કોલેજ
– હાલોલને નવી સરકારી પોલિટેક્નિક કોલેજ
– નર્મદા ખાતે આદિવાસી યુનિવર્સિટી બનશે
આરોગ્ય માટેની નવી સગવડો
– 108 ઇમરજન્સી સેવા માટે 70 નવી એમ્બ્યુલન્સ
– 4 નવી મોબાઈલ લેબોલેટરી શરૂ થશે
– 9 નવી બ્લડ બેંક બનાવવામાં આવશે
– કેન્સર, કિડની અને એપથોલોજી ઇન્સ્ટિટ્યૂટ માટે 80 કરોડ
– તમામ સરકારી વેટરનરી દવાખાનાઓમાં મફ્ત દવા
– પશુઓ માટે ખાસ 8 ઇમરજન્સી એમ્બ્યુલન્સ
આરોગ્ય સહાય
– મા-વાસ્ત્લ્ય યોજના માટે 500 કરોડ
– 1.5 લાખની આવક ધરાવતા લોકોને આરોગ્ય કવરેજ
– વાહકજન્ય નાબૂદીનું અભિયાન, 2022 સુધીમાં ગુજરાતમાંથી નાબૂદ થશે વાહરજન્ય રોગ
– માન્યતા પ્રાપ્ત પત્રકારોને મા-વાત્સલ્ય યોજનાનો લાભ મળશે.
– અકસ્માત વીમા કવચ 50 હજારથી વધારી 5 લાખ કરાયું.
– 26 તાલુકના 4.81 લાખ બાળકો માટે 200 દિવસ માટે દૂધ સંજીવની યોજનાGujarat Assembly
મહિલાઓ
– માતૃત્વ અને બાળ સંભાળ માટે 119.15 કરોડની જોગવાઇ
– મહિલા બાળ વિકાસ માટે કરોડોની જોગવાઇ
– મહિલા અને બાળકોના પોષણ માટે 28 કરોડ
– મહિલાઓની સમાજિક સુરક્ષા માટે 1.5 લાખ વિધવા સહાય
– 270 નવી મહિલા અદાલતો બનશે
– કુંબરબાઇનું મામેરું માટે 12 હજાર, બે હજારનો વધારો
– આંગણવાડી કાર્યકરોને 5500 વેતન, તેડાઘર મહિલાઓને 2800 રૂપિયા વેતન
ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જાહેરાતો
– AMPCનું આધુનિકરણ કરાશે
– અમદાવાદ સિવિલના રિનોવેશન માટે 129 કરોડ
– નડાબેટ માટે 10 કરોડની જોગવાઈ
– સરદાર સરોવર માટે 5100 કરોડ
– સાયન્સ સિટી બીજા તબક્કા માટે 42 કરોડ
– 37 નવા પુલ બાંધવામાં આવશે
– 9 કોરીડોરને ફૉરલેન કરાશે
– 730 કિમીના માર્ગોને ફોરલેન કરાશે
– ડબલ લેન માટે 210 કરોડ

– 45 હજાર નવા આવાસ બનશે
– સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી યોજના માટે 4026 કરોડ
– વોટર સપ્લાય માટે 1710 કરોડ
– સડક યોજના માટે 500 કરોડ
– સ્માર્ટ સિટી મિશન માટે 597 કરોડ
– ખારીકટ કેનાલ, ફ્લાય ઓવર માટે 100 કરોડ
– સુરત ડાયમંડ સિટી માટે 30 કરોડ
– સ્વચ્છતા મિશન માટે 255 કરોડ
– પંચાયત, ગ્રામ ગ્રુહ નિર્માણ માટે 6700 કરોડ
– રુર્બન પ્રોજેક્ટ માટે 54 કરોડ
અન્ય જાહેરાત
– યુવા સ્વાવલંબન યોજના માટે 1100 કરોડ
– વરિષ્ઠ નાગરિકોના ભાડામાં 50 ટકાની રાહત
– સૌની યોજના 1698 કરોડ
– શ્રવણ તીર્થ યોજનાની જાહેરાત
– તમામ ગ્રામ પંચાયતને મફત વીજળી
– 1.30 લાખ ઘરોને પીએનજી કનેક્શન
– ઘુડખર, સિંહ અને શાર્ક વ્હેલના રક્ષણ માટે 118 કરોડ
 – 50 નવા સીએનજી સબ સ્ટેશન ઉભા કરાશે
– 15 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સહાય
– સામાજિક કલ્યાણ માટે 2857 કરોડ
– સમાજ સુરક્ષા માટે 706 કરોડ
– હ્સ્તકલા કારીગરોને ખાસ 10 કરોડની સહાય
– ચર્મ ઉદ્યોગના કામદારનો 50 લાખની જાહેરાત
– 50 હજાર બાંધકામ શ્રમિકોને પોષણયુક્ત આહાર
કાયદો અને વ્યવસ્થા માટે 5000 કરોડ
– 1000 ટ્રાફિક પોલીસની નિમણૂક
– મહત્વના શહેરો અને યાત્રાધામોમાં સીસીટીવી
– 30 નવા સ્માર્ટ પોલીસ સ્ટેશન માતે 33 કરોડ
– પોલીસ શ્ટેશન મકાન અને આવાસો માટે 120 કરોડ
– નવા કોર્ટ બાંધકામ માટે 81 કરોડ
પોર્ટ અને ટ્રાન્સપોર્ટ
– નવી ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી માટે 20 કરોડ
– ઘોઘા ફેરી સર્વિસ 2017માં પુર્ણ કરાશે, 24 કરોડ
– 1600 નવી બસ માતે 410 કરોડ
– 28 ડેપોના નવીનીકરણ માટે 150 કરોડ
– નાગરિક ઉડ્યન માટે 132 કરોડ
માર્ગ અને મકાન
– મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2500 કરોડ
– માર્ગ નવીનીકરણ માટે 1151 કરોડ
– વિશ્વ બેંક સહાયિત પ્રોજેક્ટ માટે 200 કરોડ
– કિસાન પથ માટે 192 કરોડ
– 9 કોરીડોર માટે 241 કરોડ
મહત્ત્વની જોગવાઈઓ
– કોલેજો અને પોલીટેકનીકમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થિઓને રૂ. 1 હજારના ટોકન દરે ટેબ્લેટ પુરી પાડવા માટે રૂ. 200 કરોડની ફાળવણી.
– યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત માન્ય વિદ્યાર્થિઓને ફી માં 50 ટકા સહાય મળે છે. તે ઉપરાંત કન્યા કેળવણી નીધિમાંથી સેલ્ફ ફાઈનાન્સ મેડીકલ કોલેજની વિદ્યાર્થિઓને ટ્યુશનફીમાં 50 ટકા સહાય અપાશે. જેથી વિદ્યાર્થિનીઓને મેડીકલ શિક્ષણ નિ:શુલ્ક મળશે.
– ગ્રાન્ટ મેળવતી 5,374 સ્કુલોમાં ધોરણ 9 થી 12ની 7,44,152 વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક શિક્ષણ પુરુ પાડવામાં આવશે.
– વનબંધુ કલ્યાણ યોજના માટે રૂ. 12,560 કરોડ, નર્મદા ખાતે ટ્રાઈબલ યુનિવર્સિટિની  સ્થાપના.
– આંગણવાડીની 1 લાખથી વધારે કાર્યકરોનું માનદ વેતન વધીને રુ. 5500 કરાયું, 50 હજારથી વધારે તેડાગરોના માનદવેતનમાં રૂ. 400નો વધારો
– રાજ્યના 14 લાખ ખેડૂતોને માત્ર 1 ટકાના વ્યાજથી પાક લોન પર વ્યાજ સહાય માટે રૂ. 500 કરોડ.
– પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરો ફરતે તારની વાડ બાંધવા માટે ખેડૂતોને રૂ. 200 કરોડ.
– ટપક સિંચાઈને વ્યાપક બનાવવા ખેડૂતોની સબસીડીને વધારીને 70 ટકા કરાઈ, અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે સબસીડી વધારીને 85 ટકા કરાઈ. રૂ. 313 કરોડની જોગવાઈ.
– ખેતી વિષયક ટ્રેક્ટરની ખરીદી પર લાગતો વેરો ઘટાડતા ખેડૂતોને રૂ. 3 હજારનો ફાયદો
– સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રૂ. 1 હજારનું ખાસ પેકેજ
– પરંપરાગત વ્યાવસાયિકો જેવાકે, વાળંદ, સુથાર, લુહાર, દરજી, મોચી, કુંભાર, ધોબી તેમજ અન્યો માટે રૂ. 10 કરોડનું સહાય પેકેજ.
– 50 હજાર બાંધકામ શ્રમિકોને રાહતદરે પોષણયુક્ત આહાર પુરો પાડવા માટે રૂ. 50 કરોડ
– અમદાવાદ-રાજકોટ હાઈવેને 70:30ના ડેબ્ટ ઈક્વટી રેશિયો સાથે 6 લેન કરવા માટે રૂ. 50 કરોડ.
Source – Divya Bhaskar

Leave a Reply